શબ્દોથી શરૂઆત
મારી શરૂઆત લખાણથી થઈ. અખબાર અને ડિજિટલ ન્યૂઝ ડેસ્ક પર સમાચાર લખ્યા, હેડલાઇન બનાવી. ત્યાં શીખ્યો કે વાત ટૂંકી, સાચી અને સમયસર હોવી જોઈએ.
ડિઝાઇન અને રીલ્સ
પછી ગ્રાફિક્સ, પોસ્ટ અને રીલ્સ. અલગ અલગ એજન્સી, અલગ ક્લાયન્ટ, દરેકનું અલગ ટૂલ. કામ ઘણું હતું, પણ પોતાના માટે વિચારવાનો સમય ક્યારેય ન મળ્યો.
AI આવ્યું
AI પછી આખો દિવસ બદલાઈ ગયો. જે કામ દિવસો લેતું, એ કલાકોમાં થવા લાગ્યું. મારી એક AI રીલ, સમોસા બનાવતું મશીન, ૬૫ હજાર views સુધી પહોંચી.
હવે બિલ્ડર પણ
હવે હું ફક્ત કન્ટેન્ટ નથી બનાવતો. વેબસાઇટ, ફોર્મ, Excel ટ્રેકર, WhatsApp પર હિસાબ-રિમાઇન્ડર બોટ અને ઇવેન્ટ ટિકિટિંગ એપ પર કામ ચાલુ છે.